મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટાટા કંપની ટ્રક કન્ટેઇનર રજી.નં.જીજે-૧૨-બીઝેડ-૮૭૪૮ના ચાલક ધર્મરાજ ચીખુરી વર્મા રહે.યુ.પી.વાળાએ પોતાનું કન્ટેઇનર પુરઝડપે ચલાવી મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર રજી.ન.જીજે-૧૮-બીએલ-૦૫૯૧ને સાઈડમાંથી હડફેટે લેતા દરવાજા સાથે ટ્રક કન્ટેઇનર ઘસડી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જેમાં અલ્ટો કર્મ પાછળના બમ્પર તથા દરવાજામાં નુકસાની થઈ હતી. જેથી અલ્ટો કાર ચાલક ભાવેશભાઇ મનસુખભાઇ પરમાર ઉવ.૩૨ રહે.મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટીવાળાએ ઉપરોક્ત ટ્રક કન્ટેઇનરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.