મોરબીના ચકચારી લૂંટ પ્રકરણ મામલે ભોગ બનનાર કર્મચારીએ ચાર અજાણ્યાં બુકાનીધારીઓ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આજે સવારે ૧.૧૯ કરોડની દિલ ધડક લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો આ પ્રકરણમાં ભોગ બનનાર આંગડીયા પેઢીના કર્મચારી અને કુરિયરમાં પ્રાઈવેટ નોકરી કરતા મનીષભાઈ હીરજીભાઈ કાચરોલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે તેઓ ધરતી ટાવરમાં આવેલ વી પટેલ આંગડીયા એન્ડ કુરિયરમાં તેઓ અને તેનો કૌટુંબિક ભત્રીજો મયંક વિમલભાઈ પટેલ પણ સાત માસથી તેની સાથે નોકરી કરે છે. તેની આંગડીયા પેઢીમાં રાજકોટથી મહિનામાં પંદરેક વખત રૂપિયાના પાર્સલ ખાનગી ટ્રાવેલ્સમાં મોરબી આવતા હોય છે આ દરમિયાન રાજકોટથી સંજુભાઈ રમેશભાઈ વજરાણીએ ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સમાં પાંચ પાર્સલ લઈને પાદુભા આવવાના હોવાનું જણાવ્યું હતું.રૂપિયાની પાર્સલ લેવા મનીષભાઈ અને તેનો ભત્રીજો મયંક પટેલ સાથે વહેલી સવારે મોરબી કંડલા બાયપાસ રોડ પર દલવાડી સર્કલ ગયા હતા. અને રૂપિયાના પાર્સલો મનીષભાઈ તેની સ્વીફ્ટ કારની ડેકીમાં મૂકી કારમાં બેસતા હતા આ તકે સાત વાગ્યાની આસપાસ એક નંબર પ્લેટ વગરની હુન્ડાઈ વેન્યુ કારમાં ચાર બુકાનીધારી આવ્યા હતા અને ખુલ્લી તલવાર તેમજ હાથમાં ગિલોલ સાથે માર માર્યો ડેકીમા રહેલ પાર્સલમાં ૧,૧૯,૫૦,૦૦૦ ની રોકડ રકમ અજાણાય ચાર અજાણ્યા શખ્સો લૂંટી પલાયન થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.