Tuesday, September 17, 2024
HomeGujaratઈસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદના પડઘા મોરબીમાં પડ્યા : મુખ્યમંત્રીને ફરિયાદ રદ્દ...

ઈસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદના પડઘા મોરબીમાં પડ્યા : મુખ્યમંત્રીને ફરિયાદ રદ્દ કરવા લખાયો પત્ર

આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાઈ હતી. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી હતી. જેમાં મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને પત્ર લખી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઇ.આર. રદ્દ કરવા અને નાગરિકોના વાણી સ્વાતતંત્ર્ય ને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઇ.આર. (પોલીસ ફરિયાદો)ને રોકવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળટાળી કરે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે. એક તરફ વેરાવળના સુપ્રતિષ્ટિત ડૉ. ચગના આપઘાતના બનાવ માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે એમના દીકરાને હાઇકોર્ટ સુધી જવું પડે છે. બીજી તરફ, રિપોર્ટિંગ કરવા બદલ પત્રકાર પર કેસ દાખલ થાય છે, એક ટ્વીટ્ કરવા બદલ જવાબદાર રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર વિવિધ કલમો લગાવીને કેસ દાખલ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોમાં આવી ઘટનાઓથી ભયનો માહોલ ફેલાયો છે. નાગરિક પોતાની વેદના, લાગણી, અભિપ્રાય વ્યક્ત કરતા ડર અનુભવે છે. નાગરિકોમાં ઉભી થતી આ ડરની લાગણી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક છે, રાજ્ય એક પ્રકારના આપખુદ શાસન તરફ આગળ વધી રહ્યું હોય એવો માહોલ ઉભો થાય છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને માંગણી કરતા જણાવ્યું હતું કે, “આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે” અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે. આશા છે, નાગરિક અધિકારોના સંરક્ષણ બાબતે રાજ્યના વડા તરીકે આપતાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપશો એવી આશા. તેમ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!