Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના ચાંચાપર ગામે વ્યાજે લીધેલ રૂપિયા વ્યાજ સહિત ચુકવી દિધા હોવા છતાં...

મોરબીના ચાંચાપર ગામે વ્યાજે લીધેલ રૂપિયા વ્યાજ સહિત ચુકવી દિધા હોવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ફરિયાદ નોંધાઈ

વ્યાજખોરોનાં ત્રાસથી રો-મટીરીયલનાં ધંધાર્થીએ ફિનાઈલ ગટગટાવી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ વિશાલભાઇ ચાંચાપર ગામે રહેતા રો-મટીરીયલનાં ધંધાર્થી વિશાલભાઇ પ્રાણજીવનભાઇ સનીયાર (ઉ.વ.૨૭)એ આરોપીઓ નિર્મળભાઇ આહિર (રહે.દલવાડી સર્કલ નજીક મોરબી) તેમજ લખનભાઇ ગોગરા (રહે.કોયલી) વાળા પાસેથી ૨૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જે રૂપિયા ૨૦ ટકા વ્યાજ સાથે આપી દેવા છતા આરોપી નિર્મળભાઇ આહિર ફરિયાદીનાં ઘરે જઈ ગાળો બોલી પૈસાની ઉઘરાણી કરતો હોય તથા આરોપી લખનભાઈ ગોગરા ફોન કરી ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરતો હોય બંન્ને વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ફરિયાદીએ ફિનાઈલ પી લીધુ હતું. મોરબી તાલુકા પોલીસે વિશાલભાઈ સનીયારાની ફરિયાદના આધારે બંન્ને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!