મોરબીમાં લુખ્ખા તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં યુવકે ઈસમ વિરુધ્ધ કરેલ ફરિયાદનો ખાર રાખી ઈસમે યુવકને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમજ આ ફરીયાદી યુવકે અગાઉ પણ પોલીસ પર આક્ષેપ કરતો વિડિયો વાયરલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગ્રીન ચોક રામજીયાણીની શેરી ખાતે રહેતા વિરલભાઇ જગદીશભાઇ મીરાણીને સીકંદર દિલાવરભાઇ મોવર (રહે.ગોકુલ ફાર્મ સામે સ્વાસ્તીક એપાર્ટમેન્ટ મોરબી)એ પોતાની વિરૂધ્ધમા ફરીયાદ દાખલ થયેલ હોય તેનો ખાર રાખીને ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વિરલભાઇ જગદીશભાઇ મીરાણી દ્વારા સીકંદર દિલાવરભાઇ મોવર વિરુધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ફરીયાદીએ વાયરલ કરેલ વિડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો