Wednesday, November 20, 2024
HomeGujaratમાળીયા(મીં)ના કારખાનેદાર સાથે રૂ.૪૬.૨૫ લાખની છેતરપિંડી કરનાર મુંબઈના દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા(મીં)ના કારખાનેદાર સાથે રૂ.૪૬.૨૫ લાખની છેતરપિંડી કરનાર મુંબઈના દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા મીં.ના કારખાનેદાર સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપની ધરાવતા વેપારી પાસેથી રૂ.૧,૯૯,૮૪,૦૪૯/- નો માલ ખરીદી આરોપીએ અમુક રકમ દઈ બાદમાં રૂ.૪૬,૨૫,૫૫૧/- નહિ ચૂકવી વેપારી સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર વિજયનગર ગાયત્રી ચોક-૧માં રહેતા નીલેશભાઇ બચુભાઇ ગડારાની એરકોન માઇક્રોન્સ પ્રા લી. નામની કંપની મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી માળીયા.મી. ખાતે આવેલી છે. તેમને ગુસમહમદખાન ઉફૈ સજ્જનખાન તથા તાહીરા ગુસમહમદખાન નામના આરોપીઓ કે જે ૩૯૮/બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી એસ ટી રોડ કુપ બસસ્ટોપ પાછળ મુંબઇ ખાતે રહે છે. તેઓએ ફરીયાદીના એરકોન માઇક્રોન્સ પ્રા લી. કંપનીમા કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯/- નો માલ ખરીદી જેમાથી આરોપીઓએ રૂ.૩૯,૧૩,૧૨૯/- નહી આપી તથા ફરીયાદી પાસેથી હાથ ઉછીના લિધેલ રોકડા રૂપીયા કુલ ૭,૧૨,૪૨૨/- પરત નહી આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧/- ચુકવી આપવાનો ખોટો દીલાસો આપી ફરિયાદીનો વીશ્વાસકેળવી બાકી રહેતી લેણીની રકમ રૂ.૪૬,૨૫,૫૫૧/- નહી ચુકવી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપીંડી વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે માળીયા મી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપી દંપતી ને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!