Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેર ભોજપરાની સીમમાં સરકારી જમીનમાં ખનીજ ચોરી કરતા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર ભોજપરાની સીમમાં સરકારી જમીનમાં ખનીજ ચોરી કરતા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ વકર્યું છે. જિલ્લામાં તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની રાવ ઉઠવા પામી છે. જેને લઇને મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવ્યા છે. અને ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે મોરબી વીડી ભોજપરા સીમ સરકારી પડતરની જગ્યામા થઈ રહેલ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. અને છ લાખથી વધુની ખનીજ ચોરી થઈ હોવાની જાહેરાત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના પેટાળમાં અખૂટ ખનીજ ભંડાર આવેલો છે. જેમાં ખનીજ કોલસો, રેતી અને કાર્બોસેલ મળી આવે છે. તો વાંકાનેર પંથકમાં માટી મળી આવે છે. ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેવામાં માઈન્સ સુપરવાઈઝર મીતેષભાઈ રામભાઈ ગોજીયા એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરબતભાઈ નારણભાઈ ગમારા નામના વાંકાનેરના રાજાવડલાના રહેવાસીએ સેની કંપનીના પીળા કલરના SY210C-9 મોડલના એસ્કેવેટર મશીનથી વીડી ભોજપરા સીમમાં સરકારી પડતરની જગ્યામા ગેરકાયદેસર કોઈ પાસ પરમીટ કે લીઝ મંજુરી વગર ખોદકામ કરી ૨૨૭૭.૧૪ મેટ્રીક ટન ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજે કિંમત રૂ.૬,૮૩,૧૪૨/- તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ રૂ.૧,૭૭,૬૧૭/- એમ કુલ રૂ.૮,૬૦,૭૫૯/- ની ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ વાંકાનેર સીટી પોલીસ દ્વારા પરબતભાઇ ગમારા અને તપાસ માં ખૂલે તે તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!