Friday, January 10, 2025
HomeGujaratમોરબી માળીયા હાઇવે પર વિરોધ નોંધાવી રહેલ દસ ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ નોંધાઈ...

મોરબી માળીયા હાઇવે પર વિરોધ નોંધાવી રહેલ દસ ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. ત્યારે ગઈકાલે ગુજરાતભરમાં ટ્રકચાલકો વિફર્યા હતા અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને મોરબી માળીયા હાઇવે રવિરાજ ચોકડી પાસે ટ્રક ડ્રાઈવરોએ હાઈવે જામ કર્યો હતો. ટ્રક ડ્રાઈવરો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઈ પોલીસે ટ્રક ડ્રાઈવરોની અટકાયત કરી 10 ટ્રક ડ્રાઈવરો વિરુધ્ધ ગુન્હો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

છેલ્લા કેટલાક સમય અગાઉ સરકારે લાવેલા નિયમો અંતર્ગત એક્સિડન્ટ કેસમાં ડ્રાઈવરોને 10 વર્ષની સજાનો નિયમ બનતાં તેનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. અને મોરબીમાં પણ ટ્રક ચાલકો હડતાળમાં ઉતર્યા છે. મોરબીમાં રવિરાજ ચોકડી પાસે ટ્રકો ઊભી રાખી હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી મોરબી તાલુકા પોલીસે ગેરકાયદે મંડળી રચી તમામ ટ્રક ડ્રાઈવરો સમાન ઇરાદો બર લાવવા ભેગા મળી મોરબી માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી પાસે હાઈવે ઉપર રોડ બંધ કરી રસ્તે આવતા જતા વાહનો વાળા ઓને રોકી ગેરકાયદે અવરોધ કરતા પોલીસે શનિભાઈ રમેશભાઈ વાંજા,મુકેશભાઈ બાબુભાઇ, શંકરભાઈ ભવરસિંગ ભીલ, મુકેશભાઈ તેરૂભાઈ ભીલ, મહેશભાઈ માઘુભાઈ જાદવ, રાજુભાઈ જવસિંગ પરમાર, જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા, મનુભાઈ ધનજીભાઈ ડાભી, રમેશભાઈ જેઠાભાઈ સોલંકી તથા અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોરની અટકાયત કરી તમામ વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૧૪૩,૧૪૯,૩૪૧ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!