મોરબીમાં ગઈકાલે મોડી સાંજે રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એસન્ટ કાર ન.GJ03-CA-4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રાજપર ગામ નજીક રાત્રીના મોરબી થી ચાચાપર પુરઝડપે જતી કાર વીજ પોલ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિજપોલ જમીનમાંથી ઉખડી ગયો હતો. અકસ્માતમાં રંજય બેચંદ મહેતા (ઉ.વ.25 રહે.બિહાર હાલ ચાચાપર ,ઓરેન્જ પોલીપેક ), સાહેબલાલ (ઉ.વ.38) મૂળ રહે. ઝારખંડ, અને સાહેબલાલની પત્ની ઇન્જોયવતી કુમારી (ઉ.વ.23) ના મોત નિપજ્યા હતા. જે અંગે આજે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાર ચાલક રંજયકુમાર મહેતા ચાંચાપર ગામ પાસે આવેક ઓરેન્જ પોલીપેકમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો એને તેના ભાઇના મિત્રએ કાર આપી હતી કાર અપડાઉન માટે લેવાની હોવાથી તેના ભાઈના મિત્રએ ટ્રાય અર્થે કાર આપી હોય જેથી ચાંચાપર તરફ થી તેઓ ટંકારા તરફ જતા હોય ત્યારે રસ્તા માં આવતી ગોળાઈ પર અંધારા માં ત્યાંજ કાર રસ્તામાં વિજપોલ સાથે અથડાઈ અને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પીજીવીસીએલ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે .