મારામારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બરવાળા ગામે રહેતા સોમીબેન ઉકાભાઈ પરમાર (ઉ.વ.૭૦)એ ફરિયાદ નોંધાવી છે કે તેણીને તેની બાજુમાં રહેતા આરોપી નભુબેન બાબુભાઈ ડાભી તથા કન્તુબેન બાબુભાઈ ડાભીએ ઉકરડા ઉપર પડેલ કાંટાળી વાડ લઇ લેવા બાબતે બોલાચાલી કરી આરોપી કન્તુબેન ડાભીએ બાવળનું લાકડું ફરિયાદી સોમીબેનને ગળા પાછળ મારી મુંઢ ઈજા પહોંચાડી હતી બાદમાં આરોપી બાબુભાઈ કરશનભાઈ ડાભીએ પાછળથી આવી બોલાચાલી કરી ગાળો આપી ફરિયાદી સોમીબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.