Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના બરવાળા ગામે ઉકરડા ઉપર પડેલ કાંટાળી વાડ લેવા મામલે વૃદ્ધાને ત્રણ...

મોરબીના બરવાળા ગામે ઉકરડા ઉપર પડેલ કાંટાળી વાડ લેવા મામલે વૃદ્ધાને ત્રણ શખ્સોએ માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

મારામારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બરવાળા ગામે રહેતા સોમીબેન ઉકાભાઈ પરમાર (ઉ.વ.૭૦)એ ફરિયાદ નોંધાવી છે કે તેણીને તેની બાજુમાં રહેતા આરોપી નભુબેન બાબુભાઈ ડાભી તથા કન્તુબેન બાબુભાઈ ડાભીએ ઉકરડા ઉપર પડેલ કાંટાળી વાડ લઇ લેવા બાબતે બોલાચાલી કરી આરોપી કન્તુબેન ડાભીએ બાવળનું લાકડું ફરિયાદી સોમીબેનને ગળા પાછળ મારી મુંઢ ઈજા પહોંચાડી હતી બાદમાં આરોપી બાબુભાઈ કરશનભાઈ ડાભીએ પાછળથી આવી બોલાચાલી કરી ગાળો આપી ફરિયાદી સોમીબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!