Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના નજરબાગ પાસે વૃદ્ધને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાઈ...

મોરબીના નજરબાગ પાસે વૃદ્ધને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ

બનાવની મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના સામાકાંઠે આવેલી સોઓરડી પાછળના ચામુંડાનગરમાં રહેતા રમેશભાઇ ધનજીભાઈ રાઠોડ(ઉ.વ.૫૩)નામના વૃદ્ધ સામેકાંઠે નજરબાગ રેલ્વે ફાટક પાસેના રોડ ઉપરથી પગપાળા જતા હતા ત્યારે ટ્રક નં. આરજે-૫૨-જીએ-૦૮૫૮ ના ચાલકે તેમને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો જેમાં વૃદ્ધનાં માથાનાં ભાગે ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્ર ઉર્ફે જીગો રમેશભાઈ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૯, રહે.ચામુંડાનગર સોઓરડીની પાછળ મોરબી-૨) એ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી ટ્રક ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!