ટંકારા તાલુકાના છતર ગામેં આવેલ સરકારી ખરાબામાં દબાણ કરી હોટેલ ખડકી દેનાર અગ્રાવત બંધુ સામે ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુન્હો નોંધાયો છે. જેને પગલે પોલીસે આરોપીઓને પકડી પાડવા સહિતની કામગીરી હાથ ધરી છે.
છતર ગામેં રહેતા આરોપી મનોજભાઇ રમણીકભાઇ અગ્રાવત તથા તથા વિપુલભાઇ રમણીકભાઇ અગ્રાવત નામના બે ભાઈઓએ છતર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર-૧૬૭ વાળી જમીનમા સંતકૃપા નામે હોટેલ ખડકી દઈ આશરે ૨૬૦૦/- ચો.મી. જમીનમા પાંચ વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો. જે ને પગલે ટંકરા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધાયો છે જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા ગુનામાં શરત ભંગ થતા સરકારે જમીન હસ્તગત કરી છતાં આરોપીએ કબ્જો ચાલુ રાખતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં આ જ ગામના અન્ય એક આરોપી ચીમનલાલ મંછારામ અગ્રાવત છતર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર-૯૬ પૈ.૧ ની જમીન હે.૩-૨૩-૭૫ ચો.મી. જમીનમાં શરત ભંગ થતા અરજી દાખલ કરાઈ હતી જેની તપાસ બાદ સરકાર દ્વારા તા-૩૦/૦૮/૧૯૮૮ થી જમીન પોતાના હસ્તગત કરી લેવાઈ હતી તેમ છતાં આરોપીએ જમીનમાં કબ્જો જમાવી તેમા અજમાનુ વાવેતર કરી દેતા આરોપી ચીમનલાલ વિરુદ્ધ ટંકારા પોલિસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે. જેથી પોલીસે આરોપીને દબોચી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.