મોરબીમાં ઝૂલતા પુલ દુર્ધટના ના દિવંગતો ના મોક્ષાર્થે સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા આયોજિત રામકથાની આજે પૂર્ણાહૂતિ થઈ છે.આ રામકથામાં મોરબી સહિત અનેક જગ્યાએથી આવી લાખો લોકોએ પૂજ્ય મોરારી બાપુના સ્વકાંથે કથાનું રસપાન કર્યું હતું પ્રસાદ ગ્રહણ કર્યો હતો તેમજ દરરોજ હજારો સ્વયંસેવકો ની સેવાની સરવાણી વહી હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ધટના ના દિવંગતો ના આત્માની શાંતિ માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા મોરબીના કબીર ધામ આશ્રમ વાવડી ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આજે પૂર્ણાહૂતિ થઈ છે ત્યારે આ રામકથામાં આજ સુધીમાં લાખો લોકોએ કથા નુ રસપાન કર્યું છે તેમજ લાખો લોકોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.આ તમામ કાર્યો માટે મોરબી સહિતના વિસ્તારોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં જાણ્યા અજાણ્યા સ્વયંસેવકો ઉમટી પડતાં હતાં જેમાં બાળકો યુવાનો અને વૃદ્ધો તમામ લોકો જોડાયા હતા.અને આ કથામાં પોતાની યથાયોગ્ય સેવા આપીને ધન્યતા અનુભવી હતી.
તેમજ મોરબીમાં આયોજિત આ રામકથામાં મુખ્યમંત્રી લઈને અનેક સાંસદ તેમજ ગુજરાત ભરમાંથી અનેક પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભાજપના નેતાઓ અને ગુજરાતભર માંથી અનેક ધારાસભ્યો એ પણ વિવિધ દિવસોએ હાજરી આપી હતી.સાંસદ મોહનભાઈ કુંડારિયાએ તમામ શ્રોતાઓ તેમજ સ્વયંસેવકો અને સંસ્થાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.