મોરબીની આયુષ હોસ્પિટલના ન્યુરો વિભાગના ડૉ. પ્રતિક પટેલ દ્વારા જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી હતી. જેમાં કચ્છના રાપર તાલુકાનો યુવક, કે જે ખેતરમાં પડી જવાને કારણે ગરદનના મણકાની ગાદી ખસી જતા, તેને હાથ-પગ ધ્રુજવા, દુઃખાવો અને સોજાની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે સફળ સર્જરી બાદ જે તમામ દુઃખાવામાં દર્દી રાહત અનુભવી રહ્યા છે અને ત્યારે દર્દીએ સ્ટાફ તથા ડોક્ટરોનો આભાર માન્યો હતો.
કચ્છ જીલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષનો યુવાન ખેતરમાં કામ દરમ્યાન પડી ગયો હતો. આ દુર્ઘટનાની અસરથી તેમને શરીરમાં અનેક તકલીફો શરૂ થઈ હતી, જેમ કે પગ અને હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, અને ગરદનમાં સતત દુઃખાવો રહેતો હતો. સ્થાનિકમાં સારવાર લીધા છતાં કોઇ ખાસ રાહત ન મળતાં તેઓ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યાં તેમની ન્યુરોલોજિકલ તપાસ અને રિપોર્ટના આધારે જાણવા મળ્યું કે તેમના ગરદનના પાંચમા અને છઠા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હતી, જેના કારણે શરીરના ઉપલા અંગો પર અસરો જોવા મળતી હતી.
આ સ્થિતિમાં આયુષ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલે દર્દીની જટિલ સર્જરી કરી હતી. ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને થોડા જ દિવસોમાં દર્દીને દુઃખાવામાં રાહત અનુભવાઈ રહી છે. જે બાદ દર્દી અને તેમના પરિવારે આયુષ હોસ્પિટલના તમામ ડૉક્ટરો અને સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો તથા હોસ્પિટલમાં મળેલી સારવારને ખૂબ જ અસરકારક અને સંતોષકારક ગણાવી હતી.