વિવિધ કલા, સંસ્કૃતિ અને તહેવારોના ત્રિવેણી સંગમ સમાન આપણો સાંસ્કૃતિક વારસો જાળવવોએ સૌની ફરજ છે ત્યારે ટંકારામાં પુસ્તક પરબ દ્વારા સંસ્કૃતિ પરિધાન સ્પર્ધા યોજાઈ હતી.
સાંસ્કૃતિક વરસાની જાળવણી કરવીએ સૌની ફરજ છે પુસ્તકો પણ સમાજને આ જ શીખવે છે. આવી કલા, સંસ્કૃતિ અને તહેવારો સંગમવાળી અદ્ભૂત સંસ્કૃતિના દર્શન ઘર આંગણે પુસ્તક પરબમાં થાય તેવા શુભ આશય અનેઆગામી નવરાત્રી મહોત્સવ નિમિતેને 6 થી 14 વર્ષની દીકરીઓ માટે ટંકારા પુસ્તક પરબ દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
આ સ્પર્ધામાં દિકરીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા કરી ટ્રેડિશનલ લુકમાં આવીને જે વેશભૂષા કરી હોય તેને નક્કી કરેલા સમયે પરબમાં આવીને તેની વેશભૂષાને અનુરૂપ ‘બે બોલ’ એ પત્રના જીવન કવન કહેવાની સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી પરમાર હેન્સી દિલીપભાઈ અને પરમાર હારા નીતિનભાઈ બંને વિદ્યાર્થીનીઓએ ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ અને ભારત માતાના વસ્ત્રો પરિધાન કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.