મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી પાસે નગરપાલિકાના પટાવાળા ભૂદર અને ભરત મકવાણા દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ તે બાબતે ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારીઓને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવી હતી. જેનાથી ભાજપના માજી સદસ્યને પેટના આગ લાગતા તેઓએ મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીને દબાવવાના હેતુથી ખોટી ફરિયાદ કરી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેરાજ્યગુરુ, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડ સુંબિયા, પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી તથા કોગ્રેસ આગેવાન એલ.એમ કંઝારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી પાસે નગરપાલિકાના પટાવાળા ભૂદર અને ભરત મકવાણા દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ તે બાબતે નગરપાલિકા તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકાના અઘિકારી ને આવા લોકો કર્મચારી પાસે રૂપિયા માંગે છે. તેથી આની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા તા.૨૧/૮)૨૦૨૩ ની રજૂઆતથી ૨૧/૮/૨૦૨૩ ના રોજ ખોટો બનાવવા મગજમાં બનાવી પોલીસ ખાતામાં ફરિયાદ કરેલ ખરેખર તો સફાઈ કામદાર પાસે આ પૈસા માંગનાર પાલિકાના પટાવાળા અને ભાજપના મહિલા પૂર્વ સદસ્યને કર્મચારીના પૈસા નહિ મળતાં પેટમાં બળતરા થતા કોગ્રેસના આગેવાન સામે મોરબી નગરપાલિકાના માજી સદસ્ય ભાનુંબેન નગવાડિયા ભુદ્દરને સાથે મળી પોતાને મળેલ એટ્રોસિટી કાયદાનો ગેર ઉપયોગ કરી કોગ્રેસના આગેવાન સામે ખોટી ફરિયાદ કરેલ છે. આમ પોતાના હિત માટે અડચણ આવતા બોખલાઈને સત્તાનો અને કાયદાનો ગેર ઉપયોગ કરી દબાવવાનો પ્રયત્ન કરો છે. આમ ભાજપના રાજમાં ચાલતા ભ્રષ્ટાચારને કોંગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં ઉજાગર કરી રહેલ છે. ત્યારે ભાજપની શાખ ઉપર પ્રજા વિશ્વાસ ગુમાવી રહ્યા છે. તેવું ભાજપને લાગતા કોંગ્રેસના આગેવાનોને સતાના જોરે દબાવવાના ભાગ રૂપે ચૂંટણીના ખારની બનાવતી વાત કરી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તે અસલમાં તો વાત છે. એક લાખ રૂપિયા જે સફાઈ કામદાર પાસે ખોટી નિવૃતિના નામે લેવાના હતા. તે ના મળતા ભાજપના મહિલા સદસ્યને પેટમાં આગ લાગતાં અને કોગ્રેસના આગેવાન ભ્રષ્ટાચાર માટે કોઈ અરજીઓ ન કરે તે દબાવવાના હેતુસર સત્તાનો ગેર ઉપયોગ કરી ખોટી ફરિયાદ કરેલ છે. ત્યારે ભાજપના આગેવાનને કહેવાનું કે કોગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં તમામ રજૂઆત કરશે. તમારી ખોટી ફરિયાદથી ક્યારે પણ ડરવાના નથી. એમને ન્યાય તંત્ર ઉપર પૂરો ભરોસો છે, દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ જસે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેરાજ્યગુરુ, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડ સુંબિયા, પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી તથા કોગ્રેસ આગેવાન એલ.એમ કંઝારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.