મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ ગાંધીનગર સચિવાલય પંચાયત સ્વર્ણિમ સંકુલ ૨ ના બચુભાઈ ખાબડને પત્ર લખી મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરીને લગતા કરવામાં આવેલ પરિપત્રો રદ કરવા માટેની રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ ગાંધીનગર સચિવાલય પંચાયત વિભાગના બચુભાઈ ખવડને પત્ર લખી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજૂરી લગતા કરવામાં આવેલ પરિપત્રો રદ કરવાની રજૂઆત કરી છે. મોરબી જીલ્લા વિકાસ અધિકારી જિપમો/મહસ/વશી/૧૩૦/૨૦૨૪, નં.જિપંમો મહસ/વશી ૪૨૫/૨૦૨૪ અને દ્વારા નં.જિપમો/પંચત/વશી/૪૨૬/૨૦૨૫ એમ કુલ ૩(ત્રણ) બાંધકામની મંજુરીને લગતા પરિપત્રો કરવામાં આવ્યા છે. જેમાં બાંધકામની મંજુરી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી તાલુકા પંચાયતનો અભિપ્રાય મેળવવાનો રહેશે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૧૯૩ ની કલમ ૧૦૪ મુજબ બાંધકામ મંજુરી માટે ગ્રામ પંચાયતને અધિકાર છે એટલે કે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજુરી લેવાની હોય છે. પરંતુ બાંધકામની મંજુરીમાં તાલુકા પંચાયતનો કોઈ રોલ હોતા નથી.તેમ છતાં બાંધકામની મંજુરીમાં કોઈને વાંધો-તકરાર હોય તો જિલ્લા પંચાયતને અપીલ કરવાની હોય છે. માટે બાંધકામ મંજુરીમાં સચિવ તરીકે તલાટી કમ મંત્રીની સહિની જરૂર રહેતી નથી. જે પરિપત્રોને કારણે નાના મકાન ધારકો, નાના ઓઘોગીક એકમોને ખલેલ પહોંચી છે. જો આ પરિપત્રો રદ કરવામાં આવે તો મકાન ધારકો અને ઔદ્યોગીક એકમોને આર્થિક ક્ષેત્રમાં વેગ મળે તેમ છે. જેથી રજુઆતને ધ્યાને લઈ આવા પરિપત્રો માત્ર મોરબી માટે જ કેમ ? જેની યોગ્ય તપાસ કરી, પરિપત્રો રદ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.