મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચિખલિયાની નિમણુક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ના શાસન કાળ દરમિયાન કિશોર ચીખલીયા જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યાર બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.જો કે ત્યાર બાદ ફરી કોંગ્રેસમાં આવતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની નિમણુક કરાઈ છે. કિશોર ચોખલિયા કોંગ્રેસમાં જીલ્લા પંચાયતની નાના દહીસરા સીટ પરથી ચુંટણી લડ્યા હતા. અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પરંતુ બાદમાં તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ બાદ તેમના પત્ની અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલિયાને ભાજપ તરફથી જીલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. અને હાલ તેમના પત્ની જિલ્લા પંચાયતની સીટ ૧૪ પર વિજેતા બનેલા જિલ્લા પંચાયતના સદસ્ય છે. અને જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ કમિટી અને અપીલ સમિતિના સભ્ય પણ છે. ત્યારે કોંગ્રેસે કિશોર ચીખલિયાને શહેર પ્રમૂખ તરીકે નિમણૂક કરતા મોરબીમાં રાજકારણમાં શું ફેરબદલ થાય છે તે જોવાનું રહેશે..