સ્વચ્છતા અભિયાનના નાટક બંધ કરી ભાજપના નેતાઓ કાલિન્દ્રિ નદીની ગંદકી દૂર કરવા સ્વચ્છતા અભિયાન ચલાવે તો વિપક્ષ પણ સાથે જોડાશે:કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા
મોરબી:નદીને આપડી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય કહેવામાં આવી છે એની લોકો પૂજા અર્ચના પણ કરતા હોય છે અને ઘણા તહેવારોમાં પણ નદીઓમાં સ્નાન-પૂજાનું ઘણું મહત્વ આપણા સાથે જોડાયેલું છે. પરંતુ અત્યારે જે મોરબીની કાલિન્દ્રિ નદી અત્યારે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા જાણે જજુમી રહી હોઈ એ હાલત અત્યારે આ નદીની થઈ ગઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ દ્વારા આ નદીમાં દબાણ અને ગંદકીના ખડકલા દૂર કરવા નિંદ્રાધીન તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબીની માળીયા ફાટક થી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી કાલિન્દ્રિ નદીની હાલત ભયંકર ગંદકી અને દબાણોને જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહિ રહે. અને જો ખરેખર એવું થાય તો જે પાણીનો પ્રવાહ ચોમાસામાં આ નદીમાં ભળે અને નદી બે કાંઠે વહેતી હોઈ અને જો એ પણીનો પ્રવાહ જ નહિ રહે તો કેટલા ગામોને અસર થશે અને જળ હોનારત આવશે એ પણ એક વિચારવા જેવી બાબત છે. શહેરના સારા વિસ્તારમાં જેની ગણના થાય છે એવા મહેન્દ્રનગર નજીક બહુમાળી ઇમારતો અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં આસપાસ રહે છે. ત્યારે કાલિન્દ્રિ નદીમાં ગંદકીને હિસાબે થતો મચ્છરના ઉપદ્રવથી લોકો પરેશાન છે. અને જો અત્યારે આ ચોમાસામાં રોગચાળા ભયંકર ફેલાય છે તે આપણે જોયેલું છે. અને આના લીધે મોરબીમાં ભયંકર રોગચાળો ફેલાઈ તો તેના માટે જવાબદાર કોણ?
અત્યારે જે રીતે ભાજપના નેતા સ્વચ્છતા અભિયાનના નાટકો કરી રહ્યા છે તે બંધ કરે અને જો ખરેખર ગંદકી દૂર કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોઈ તો આ નદીની ગંદકીને દૂર કરવા અહીંયા સ્વચ્છતા અભિયાન ચલાવે તો તેમાં અમે પણ જોડાશું અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. અંતમાં દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો આવનારા દિવસોમાં કાલિન્દ્રિ નદીમાં થઈ રહેલા દબાણો અને ગંદકીના આ પ્રશ્નનું નિરાકરણ નહિ કરવામાં આવે તો મોરબીની પ્રજાને સાથે રાખી મોટું જનઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.