મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી ના સફાઈક કામગીરી ચાલી રહેલ છે. તે શહેરને ગંદકી મુક્ત કરવાનો એક પ્રયાસ કરેલ છે તે સારું છે પરંતુ નગરપાલિકામાં રાત્રી સફાઈ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવી લોક મુખે ચર્ચા ચાલી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તેમજ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાત્રીના ચાલતી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી ખોટી હાજરી પૂરવામાં આવે છે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે. એ જ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તે કેટલી વ્યાજબી છે. કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે. એ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે. રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી. સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે. એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે. તો શું આ એક મોટો ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચારથી અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે ? જો ખરેખર આ બાબત તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે. નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા? કે પછી ચૂંટાયેલા સદસ્યની જેમ તેઓ પણ આ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની ભાગ બટાઈના ભાગીદાર છે ? તેઓ ભાગીદાર છે તેમ માનવામાં આવશે તેમાં કોઈ બેમત નથી. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તેમજ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી દ્વારા આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું.