Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં આલાપ રોડ પર ગટર ઊભરાવાના પ્રશ્નને લઇને કોંગ્રેસ સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

મોરબીમાં આલાપ રોડ પર ગટર ઊભરાવાના પ્રશ્નને લઇને કોંગ્રેસ સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

મોરબીમાં રોડ રસ્તા, ગટર ગંદકી જેવા પ્રશ્નો જાણે સામાન્ય જન જીવન નો ભાગ બની ગયા હોય તે રીતે દરરોજ અલગ અલગ વિસ્તારો માંથી અનેક પ્રશ્નો ઉઠે છે કોઈક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થાય છે તો અમુક વિસ્તારોમાં ટોળાઓ પાલિકાએ પહોંચે છે.

- Advertisement -
- Advertisement -

તેવામાં આજે મોરબીના આલાપ રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવા ની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની વ્હારે કોંગ્રેસ આવી છે અને કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો તેમજ સ્થાનિકોએ સાથે મળીને રોડ ચકકાજામ કર્યો હતો અને નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા.તેમજ સ્થાનિક નેતાગીરી સામે પણ નારાજગી જોવા મળી હતી આ ગટર ઉભરાવાની સમસ્યા ને લઇને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું અને માંદગી ફેલાય છે તેવો બળાપો પણ સ્થાનિકોએ ઠાલવ્યો હતો અને આગામી ૪૮ કલાક માં જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો કોંગ્રેસ મોરબી બંધ નું એલાન આપશે અને સ્થાનિકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!