ટંકારા નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નનો તાકીદે ઉકેલ કરવા માટે કોંગ્રેસે પખવાડિયાનું અલ્ટીમેટમ આપી દીધું છે.ટંકારા પંથકના પાણી, રોડ, રસ્તા લાઈટ સહિતના પ્રશ્નોનુ પંદર દિવસમાં પાણી લાઈટ તેમજ રોડ બાબતે સમસ્યાઓનું સમાધાન ન થયું તો તાળાબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ટંકારા નગરપાલિકા ખાતે પાણી, રોડ, રસ્તા, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નગરજનોએ લેખિત રજુઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ થયું નથી. જેથી અનેક લોકોએ પાટીદારના લડાયક નેતા મહેશ રાજકોટિયા, જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી પાસે પહોચ્યા હતાં. તાકીદે ક્રોગેસના અગ્રણી માજી જીલ્લા પંચાયતના સદસ્ય અને પ્રજા પશ્રને સમસ્યાનું સમાધાન કરી કાયમી ઉકેલ માટે મહેશ રાજકોટિયા નગર પાલિકાએ પહોચી અધિકારીઓને એક પખવાડિયાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. અને જો કોઈ ઉકેલ ન આવ્યો તો તાળાબંધી કરી પ્રજાની હાલાકી માટે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આક્રામક તેવર દેખાડયા હતા. આ તકે પાલિકાના વહિવટદાર અને ટંકારા મામલતદારે તાકીદે ચીફ ઓફિસર સાથે વાત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુચના આપવાની ખાત્રી આપી હતી. આ તકે જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણીએ વેરા બિલના કમરતોડ પૈસા સામે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન કરાવી શકનાર પ્રશાસને વહેલી તકે તકાબિલ ટિમ તૈયાર કરવા અંતમા બળાપો ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા નગરપાલિકા કાર્યરત થતાં ટાઉનના અનેક પશ્ર્નો કચરા પેટીમાં પડ્યા છે. ત્યારે આ વખતે ભુતકાળમાં તાળાબંધી કરી તંત્રને ઈમર્જન્સી કામ માટે દોડતા કરી ચુકેલા રાજકોટિયા મેદાને આવતા પ્રજા પશ્રને હકારાત્મક ઉકેલ માટે આશાવાદ ઉભો થયો છે.