મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મહાનગરપાલિકા કમિશ્નરને લોકમેળાનું આયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો “સૌનામાં સુગંદ” ભળી જાય તેમ છે. તેમજ આ લોકમેળાનો આનંદ ગરીબ-મધ્યમ વર્ગના વધુને વધુ લોકો માણી શકે તેમ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા આજ રોજ મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબી શહેરમાં નગ૨પાલીકા કચેરી દ્વારા અગાઉ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું. જે લોકમેળાનો આનંદ મોરબી શહેરની જનતા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માણતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર નગરપાલીકા કચેરી દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું ન હતું. તહેવારના દિવસોમાં લોકમેળો એ લોકો માટે આનંદ અને મનોરંજન માટેનું ઉતમ માધ્યમ છે. મોરબી શહેરમાં હાલમાં પ્રાઈવેટ લોકમેળા થતાં હોવાના કારણે પ્રાઈવેટ લોકમેળાના સંચાલકો દ્વારા મોરબીના લોકો પાસેથી વધુ પૈસા પડાવી ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહેલ છે. જેના કારણે ગરબી-મધ્યમ વર્ગના લોકો આ લોકમેળાનો આનંદ માણી શકતા નથી. મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજ્જો મળેલ છે. તેમજ શ્રાવણ માસની શુભશરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. ત્યારે જો મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો “સૌનામાં સુગંદ” ભળી જાય તેમ છે. તેમજ આ લોકમેળાનો આનંદ ગરીબ-મધ્યમ વર્ગના વધુને વધુ લોકો માણી શકે તેમ છે