મોરબીમાં વરસાદ પડ્યા બાદ રોડ રસ્તા પર પાણી ભરાય જતાં અને લોકોને હાલાકી પડતાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસે ગાબડામાં બેસી ફૂલ હાર અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. અને તંત્ર નાના વેપારીઓને હેરાન કરવાને બદલે પ્રાથમિક સુવિધામાં ધ્યાન આપે તેમ પણ કોંગ્રેસે જણાવ્યું હતું.
મોરબીમાં કોંગ્રેસનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વરસાદ બાદ રોડ રસ્તા પર પડેલ મસમોટા ગાબડાઓને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ગાબડામાં બેસી ફૂલ હાર અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. મનપા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી વિરોધ કરવામાં આવ્યો છે. કરોડોનો ટેક્ષ ઉઘરાવતી મનપા સુવિધા આપવામાં ઉણી ઉતરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. નાના વેપારીઓના નડતરરૂપ બોર્ડ હટાવવાને બદલે લાઇટ, પાણી અને રસ્તા જેવી સુવિધા આપવામાં મનપા ધ્યાન આપે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.