મોરબી માળિયા બેઠક પર કોંગ્રેસ માં કિશોર ચીખલિયા અને જયંતિ પટેલ વચ્ચે કાંટે કી ટક્કર : ચીખલિયાને ટિકિટ આપવામાં આવે તો રાજીનામાનો સિલસિલો શરૂ થવાની શક્યતાઓ : જયંતિ પટેલ જૂથ પ્રબળ રીતે કરી રહ્યું છે માંગ : કિશોર ચીખલીયાના નામ પર પણ કોંગ્રેસની મીટ
મોરબી માળિયા બેઠક મોરબી જિલ્લાની મહત્વની બેઠક માનવામાં આવેછે ત્યારે મોરબી માળીયા બેઠક એ રાજ્ય નું પણ રાજકારણ નક્કી કરે તેવી બેઠક છે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષ માં આં બેઠક વર્ષોથી ચર્ચાનું કેન્દ્ર રહી ચૂકી છે ત્યારે મોરબી જીલ્લો પાટીદાર અનામત આંદોલન માં પણ એપી સેન્ટર બન્યો હતો અને એટલું જ નહિ અહીંયાના પાટીદાર મતદાતાઓ એ પોતાની તાકાત બતાવી અનેક નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા જેમાં મોરબી નગરપાલિકા તાલુકા, પંચાયત અને જિલ્લા પંચાયત પણ બાકાત રહી શકી નહોતી.
જેમાં હવે મોરબી માળિયા બેઠક હમેશાં જૂથવાદ ની રાજનીતિ માટે જાણીતું છે એક જ પક્ષનાં બે જૂથો જાણે ચૂંટણી લડતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી માળીયા બેઠક પરથી ભાજપ દ્વારા કાંતિ અમૃતિયાનું નામ જાહેર કરી દેવામાં આવતા મામલો શાંત પડી ગયો છે અને કાંતિ અમૃતિયા એ ફોર્મ પણ ભરી દીધું છે.
હવે વાત છે કોંગ્રેસની ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ સીટો પર ઉમેદવારની એક પછી એક એમ ત્રણ યાદી જાહેર કરી છે જેમાં મોરબી જિલ્લાની બે બેઠકો ટંકારા પડધરી પરથી લોકપ્રિય નેતાની ગણતરીમાં આવતા લલિત કગથરા અને વાકાનેર કુવાડવા બેઠક પરથી મુસ્લીમ સમાજના ગુરૂ ગણાતા મહંમદ જાવેદ પીરઝાદા નાં નામની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ મોરબી જીલ્લાની અત્યંત મહત્વની ગણાતી અને સંવેદનશીલ બેઠક મોરબી માળીયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી જો કે ટેલીફોનીક રીતે મોરબી માળિયાના ઉમેદવાર તરીકે જયંતિ પટેલ ને કોંગ્રેસ દ્વારા જાણ કરી સોમવારે ફોર્મ ભરવાનું જણાવી દીધું છે પરંતુ હજુ પણ સાંજે સાત ઉમેદવારની યાદી જાહેર કરાઈ તેમાં જયંતિ પટેલનું નામ સતાવાર જાહેર કરવામાં આવ્યું નથી જેને લઇને મોરબી કોંગ્રેસ કાર્યકરોમાં અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસ તરફથી જયંતિ પટેલનું નામ આવે તેમાં અગિયાર થી વધુ આગેવાનોએ સહમતી દર્શાવી છે જેમાં જયંતિ પટેલ કોંગ્રેસની ગુડબુકમાં ગણાતા પીઢ અને વફાદાર ચેહરા તરીકે નામના ધરાવે છે જેઓ મોરબી માળિયા બેઠક પરથી સતત છ વખત કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તમામ વખત તેઓ હારી ચૂક્યા છે જો કે સૌથી ઓછા મતે તેઓ કાંતિ અમૃતિયા સામે ૧૩૦૦ મતે હાર્યા હતા ત્યારે હવે કોંગ્રેસ તરફથી એક સમયના કોંગ્રેસ આગેવાન મોરબી જિલ્લાનાં મોટા દહિસરા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી પ્રમુખ બનેલા કિશોર ચિખલીયા જેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા ને બાદમાં ફરી થોડા દિવસો પહેલા કોંગ્રેસ સાથે નાતો જોડ્યો હતો તેઓને પણ મેદાનમાં ઉતારવા કોંગ્રેસના મોટા ગજાના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષા એ કોંગ્રેસમાં ભલામણ કરાતા કોકડું ઘૂચવાયું છે એટલું જ નહિ જો કિશોર ચિખલિયાંને ટિકિટ આપવામાં આવે તો સૂત્રોના જણાવ્યા અનુસાર એક સાથે મોરબી કોંગ્રેસનાં અગીયાર થી વધુ આગેવાનો રાજીનામા આપી તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે જેને લઈને કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાય તેમાં કોઈ શંકા ને સ્થાન નથી ત્યારે કિશોર ચીખલિયા ભૂતકાળમાં પણ કોંગ્રેસમાંથી વિધાનસભા બેઠકની દાવેદારી કરી ચૂક્યા છે ત્યારે આવતીકાલે સવારે કોંગ્રેસ દ્વારા ચિત્ર સ્પષ્ટ કરી મોરબી માળીયા બેઠકનાં ઉમેદવાર તરીકે સતાવાર જાહેરાત કરે ત્યારબાદ જાણવા મળશે કે મોરબી માળીયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોની પસંદગી થાય છે ? હાલ મોરબીના તમામ રાજકીય વિશ્લેષકો ની નજર મોરબી માળિયાના કોંગ્રેસ ઉમેદવાર ની જાહેરાત પર મંડાઈ છે ત્યારે રાજીનામા પડવાની વાતથી પણ મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી સાંજથી જ ગરમાવો જોવા મળ્યો હતો.
આ લખાય છે ત્યારે પણ મોરબી કોંગ્રેસની ટિકિટ ભાજપના નેતાના કહેવાથી 5 કરોડમા વેચાણી હોવાની પણ ચર્ચા એ જોર પકડ્યું :
રાજકારણમા કોઈ કાયમી દોસ્ત નથી અને કોઈ કાયમી દુસ્મન નથી આ વાતને સો ટકા સાચી પડતી ઘટનાની ચર્ચા આજે સાંજથી જં મોરબીના રાજકારણમા જોર શોરથી થઇ રહી છે અને આ વાતની સાબિતી કદાચ કાલે કિશોરભાઈ ચીખલીયાના નામ સાથે થઇ જાય તો નવાઈ નહી ત્યારે આવતીકાલ સુધીમાં દૂધનું દૂધ અને પાણી નું પાણી થઇ જશે.