મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયરને પત્ર લખી મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલકને પત્ર લખી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું છે કે મોરબી શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં નજરબાગ સ્ટેશનની પાછળ ભાગે પાણીનો સંપ આવેલો છે જે સંપ મારફતે માળીયા વનાળીયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, સુભાષનગર સહિતના વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાઇપ લાઈન ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેર કાયદેસર કનેક્શન આપવાના કારણે રહેણાક વિસ્તારો સુધી યોગ્ય માત્રામાં પાણી પહોચતું નથી. જેના કારણે લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે. અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી સામાં કાંઠા વિસ્તારમાં નજરબાગ વિસ્તારમાં આવેલ પાણીના સંપથી પીવાનું પાણી પૂરું પાડવા યોગ્ય રજૂઆત કરવામાં આવી છે.