મોરબીના વીસીપરા પાછળ આવેલ વિજય નગર વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીના પ્રશ્ન સર્જાયો છે. જેને લઇને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા તે વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે પીવાના પાણીનો પ્રશ્ન દૂર કરવા ડેપ્યુટી કમિશનરને ટેલીફોનિક વાતચીત કરી વિસ્તારમા પાણીનો પ્રશ્ન દૂર કરવા રજૂઆત કરાઈ છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આજરોજ મોરબી વોર્ડ નંબર ૨ ના વી.સી.પરા પાછળ આવેલ વિજય નગર વિસ્તારમાં પીવાનાં પાણીનાં મુખ્ય પ્રશ્નને લઈ સ્થાનીકો આગેવાનો સાથે મુલાકાત કરી મહાનગર પાલીકાના ડેપ્યુટી કમિશનર સોની સાહેબ સાથે ટેલીફોનીક ચર્ચા કરી તાત્કાલીક સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે