માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે યાર્ડનું તમામ કામકાજ બંધ રહયુ હતુ. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુૂંટણી થયાને ઘણા મહિના વીતી ચુક્યા છે, જો કે વિવાદને પગલે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને પરિણામ જાહેર કરવામાં આવ્યા ન હતા. ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થઇ હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજ સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જે હજુ આગળ પણ યથાવત રહ્યો છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર કોંગ્રેસના ગુલામભાઈ અમીભાઈ પરાસરા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર નાથાભાઈ મનજીભાઈ ગોરીયા વિજેતા થયા છે. ૧૮ મતોમાંથી કોંગ્રેસના બન્ને ઉમેદવારોને ૧૧ મત મળ્યા હતા. જયારે ભાજપને ૭ મત મળ્યા હતા. ત્યારે ભાજપ તરફથી પ્રમુખપદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસિયા અને ઉપપ્રમુખ પદ માટે ઇસ્માઇલભાઈ કડીવારએ ઉમેદવારી નોંધાવી હતી.