મોરબી જિલ્લાના માળીયા તાલુકાના પંચાયત કચેરી ખાતે સરવડ તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આદ્રોજા મંજુલાબેન અરજણભાઈએ ઉમેદવારી નોંધાવવામાં આવી છે.જે તકે મોરબી જિલ્લા, તાલુકા તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.
રાજ્યના અનેક મહાનગર, તાલુકા, તેમજ જિલ્લા લેવલે બાકી બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકા પંચાયત કચેરી મુકામે ૧૨ – સરવડ તાલુકા પંચાયત સીટ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે આદરોજા મંજુલાબેન અરજણભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકાના ચૂંટાયેલા સદસ્યો, મોરબી જિલ્લા તથા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા સરવડ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.