મોરબી સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ -2 ડેમ રીપેર કરવાનું આયોજન કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે.ડેમ ના દરવાજા ના રિપેરિંગ માટે ડેમ ખાલી કરવામાં આવશે મચ્છુ બે ડેમમાં હાલમાં રહેલ પાણીના જથ્થાને સૌની યોજનાથી અન્ય ડેમ કે સિચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા પૈકી જર્જરિત હાલતમાં રહેલ 5 દરવાજાના રીપેરીંગ કરવાની કામગિરી ને લઈને આ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ આગામી એપ્રિલ મહિનાના અંતમાં ડેમ ખાલી કરવાની વિચારણા હાલ ચાલી રહી છે. ત્યારે ડેમના દરવાજા રીપેરીંગ કરવા માટે ડેમને ખાલી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જોકે ડેમ ખાલી કરાશે ત્યારે 15 દિવસ સુધી ચાલે તેટલું પાણી મોરબીવાસીઓને મળી રહેશે. જે બાદ મોરબીવાસીઓને જળસંકટનો સામનો કરવો પડી શકે છે. હાલમાં મોરબીવાસીઓને પાણી મામલે કોઈ હાલાકી નો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ચર્ચા વિચારણા શરૂ કરી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે, મચ્છુ જળ હોનારત બાદ મચ્છુ બે ડેમ નવો બનાવ્યો અને ત્યાર બાદ લગભગ ત્રણ દાયકા બાદ મચ્છુ ૨ ડેમ ને ખાલી કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.