મોરબીના ટીંબડી ના પાટિયા નજીક RTO અને ટ્રક ચાલકો વચ્ચે બબાલ થઈ હતી જેમાં Rto ચેકીંગ સ્ટાફ ની ગાડીમાં દારૂની બોટલ મળ્યાં ના આક્ષેપ સાથે વિડિયો વાયરલ થયો હતો અને ટ્રક ચાલકો પણ હંગામો કરી રોડ જામ કર્યો હતો.મોરબી તાલુકા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી રોડ ખુલ્લો કરાવ્યો હતો.
મોરબીના ટીંબડી પાસે ટ્રક ચાલકો ચક્કાજામ કરી રોડ બંધ કરી દીધો હતો અને RTO સ્ટાફ ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ચેકીંગ માં રહેલ RTO ના વાહનોને અને અધિકારીઓને ઘેરીને હંગામો મચાવ્યો હતો તે દરમિયાન RTO ગાડીમાં દારૂની બોટલ પડી હોવાનો એક વિડિયો વાયરલ થયો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કડક હાથે કામ લઇને સૌથી પહેલા હાઇવે ખુલ્લો કરાવ્યો હતો જે બાદ ટ્રક ડ્રાઈવર અને RTO ના સ્ટાફ બન્ને મોરબી તાલુકા પોલીસ મથકે પહોચ્યાં હતા.
આ મામલે RTO અધિકારી અપૂર્વ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે એક ટ્રક ડીટેઈન કરી હતી જે ટ્રક છોડાવવા માટે દબાણ ઉભુ કરવા આ રીતે હંગામો કરાવવામાં આવ્યો છે અને અમારી ગાડી ઘેરાયેલી હતી તે દરમિયાન કોઈ એ દારૂ ની બોટલ ગાડીમાં મૂકી દીધી છે અને ત્યાર બાદ વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે.ત્યારે આ મામલે તપાસ કરવા RTO અધિકારીએ પોલીસ મથકમાં અરજી કરી છે તેમજ RTO ઇન્સ્પેકટર એ જણાવ્યું હતું કે બનાવ સમયે ત્યાં હાજર તમામ RTO સ્ટાફ ના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે દારૂ ની બોટલ પણ અમારી નથી અને સ્ટાફ માંથી કોઈએ દારૂ પીધો પણ નથી જે સાબિત કરવામાં આવશે ત્યારે આગામી સમયમાં ફરજમાં રૂકાવટ અંગે પણ ગુનો નોંધાવવામાં આવશે.