Tuesday, January 28, 2025
HomeGujaratકચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા બંધારણ દિવસની...

કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ

દેશના નાગરિકો તેમજ જાહેર જીવનમાં કામ કરતા આગેવાનોમાં ભારતના બંધારણ અંગે લોક જાગૃતિ કેળવવા તથા દેશના નાગરિકોને બંધારણીય હકકો અને ફરજો અંગે માહિતગાર કરવાના ઉમદા આશયથી તા. 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ છે, જેને લઇ કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપા દ્વારા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં બંધારણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

26 મી નવેમ્બર દેશમાં સંવિધાન દિવસ ઉજવાય છે બંધાણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે અને બાબા સાહેબની સ્મૂર્તિમાં આજે અનુસુચિત જાતિ મોરચો અને કચ્છ જિલ્લા ભાજપ તરફથી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હારા રોપણ અને સંવિધાન પૂજન કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મોરબી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન પી. મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ચેરમેન મહીદીપસિંહ જાડેજા, સર્વ જીતુભાઈ માધાપરિયા, જિલ્લા ભાજપ મહિલા મોરચો પ્રમુખ, ગોદાવરીબેન ઠક્કર, અશોકભાઇ હાથી, પ્રેમજીભાઈ મંગેરિયા, રવિભાઈ ગરવા, બાલકૃષ્ણા મોતા, જયદીપસિંહ જાડેજા, પચાણ સંજોટ, ઇશ્વરભાઇ મહેશ્વરી, મનુભા જાડેજા, આમદભાઈ જત તથા કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા કચ્છ જિલ્લા ભાજપના હોદેદારો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!