શ્રાવણ મહિનો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આજે શ્રાવણ માસની અમાસ હોય ત્યારે આજના દિવસે શિવભક્તો વિવિધ રીતે પોતાની ભક્તિ કરતા હોય છે.ત્યારે મોરબીના કુબેર નગરમાં આવેલ રોયલ પાર્કમાં એક પરિવારે ઘરે જ માટી અને બરફના શિવલિંગ નું નિર્માણ કર્યું હતું જેને પગલે સ્થાનિકો ભગવાન ભોળાનાથને દર્શને ઉમટી પડ્યા હતા.
તેમજ કિરણ બેન હિતેન્દ્રભાઈ મારું દ્વારા તેઓના ઘરે છેલ્લા સાત વર્ષ થી આ પ્રકારે શિવલિંગ નું નિર્માણ કરી ને ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવે છે.