Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં કોરોનાની સારવારનો ખર્ચ વ્યાજ સહીત વીમાધારક ને ચૂકવવાનો આદેશ આપતી ગ્રાહક...

મોરબીમાં કોરોનાની સારવારનો ખર્ચ વ્યાજ સહીત વીમાધારક ને ચૂકવવાનો આદેશ આપતી ગ્રાહક કોર્ટ

કોરોનાકાળ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવ્યા કરતા વધુ રકમ કોઇ ખાનગી હોસ્પિટલ લઇ શકે નહીં તેવો નિયમ હતો. કપરાકાળ દરમિયાન હોસ્પિટલો અને વીમા કંપનીઓની મીલીભગત સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદોનો ઢગલો થયો હતો. આવા જ એક કેસમાં વીમા કંપનીએ કોરોનાની સારવાર લેનારને મેડિકલ ખર્ચાની અધૂરી રકમ ચૂકવી હતી, જેની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થતા કોર્ટે કોરોનાની સારવારની પૂરી રકમ ૭ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, મોરબીના વતની જય દેવિપ્રસાદ મહેતા કોરોના પોઝીટીવ થતા તેઓએ પ્રાઇવેટ ડોકટર પાસેથી સારવાર મેળવી હતી. જેનો ખર્ચ તેણે વીમા કંપની સમક્ષ મુકતા ઓરીયન્ટ વિમાં કંપનીએ અડધી રકમ ચુકવતા ગ્રાહકે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરતા ગ્રાહક કોર્ટે હુકમ કરેલ છે કે, ઓરીયન્ટ વિમા કંપનીએ જય દેવિપ્રસાદ મહેતાને બાકી રહેતી રકમ રૂ.૫૯,૨૬૨ /- કેસ દાખલ તા. ૩૧/ ૦૩/૨૦૨૨ થી ૭ ટકા( સાત ટકા) ના વ્યાજથી ચુકવવાનો આદેશ કરેલ છે. અને વધારામાં ગ્રાહકને ૫,૦૦૦/- ખર્ચના પણ મંજુર કરેલ છે. કોરોનાના કેસમાં વીમાં કંપની મનધડત નિયમ લાવીને દર્દીને રકમ ચુકવતી નથી. તે યોગ્ય નથી ગ્રાહક વિમો ઉતરાવે છે. ત્યારે ઘણી બધી મીઠી મીઠી વાતો કરે છે. લોભામણી વાતો કરે છે. પરંતુ જયારે વિમો ચુકવવાની વાત આવે ત્યારે સાચા ખોટા બાના હેઠળ હાથ ઉચા કરી દીયે છે. કોરોનામાં ઘણાને વિમાં ચુકવાયા નથી તેવી પણ ચર્ચા થાય છે. ગ્રાહક પ્રીમીયમ ભરે એટલે વિમો ચુકવવો જોઇએ ગ્રાહકે જાગૃતી લાવવાની જરૂરીયાત છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરવો મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ તેવી અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!