મોરબીમાં નગરપાલિકાની નવી બિલ્ડીંગ બનાવવાના કામનો વર્ક ઓર્ડર ખાનગી કમ્પનીને વર્ષ ૨૦૧૮માં આપવામાં આવ્યો હતો જેમાં જણાવેલી શરતો માં આ બાંધકામ ૧૫ મહિના માં પૂર્ણ કરવાનું અને તે સમયે જણાવેલ ભાવમાં કોઈ પણ ફેરફાર થશે નહીં જે શરતોના સ્વીકાર સાથે ખાનગી કમ્પની એ કરાર કર્યો હતો.
જેમાં ૧૫ મહિનામાં પૂર્ણ કરવાનું કામ આજે ૪ વર્ષ થયાં છતાં પૂર્ણ થયું નથી તથા ખાનગી કંપની દ્વારા અવાર નવાર ભાવ વધારાની માંગણી કરવામાં આવી રહી હતી અને નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગ બનાવવા માટે નકશો પણ તૈયાર કરીને અપાયો હતો જે નકશામાં પણ ખાનગી કમ્પની દ્વારા પોતાની મનમાની મુજબ ફેરફાર કરી નકશા મુજબ કામ કર્યું ન હોવાથી મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર દ્વારા આ ખાનગી કમ્પનીનો કોન્ટ્રાક્ટ રદ કરીને ટેન્ડર ભરતી વખત્તે જમા કરાવેલ ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે.