Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાંથી કોન્ટ્રાકટર વિદેશી દારૂ સાથે ઝડપાયો

મોરબીમાંથી કોન્ટ્રાકટર વિદેશી દારૂ સાથે ઝડપાયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે એક કોન્ટ્રેક્ટરને વિદેશી દારૂના જથ્થા સાથે વેજીટેબલ રોડ પરથી પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ વેજીટેબલ રોડ, સ્મશાનની બાજુમા ચેકીંગ હાથ ધરી હતી. દરમિયાન તેઓએ જી.જે.૩૬.સી.૦૦૧૨ નંબરની હીરો કંપનીની મેસ્ટ્રો મોટરસાઇકલને રસ્તા પર રોકી તેના ચાલક પ્રમોદસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (જાતે દરબાર ઉ.વ.૩૦ ધંધો કોન્ટ્રાકટર રહે. નિત્યાનંદ સોસા. મોરબી-૨)ની પૂછપરછ કરી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેના વાહનની ડેકી તપાસતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ કલેક્શન વ્હીસ્કીની રૂ.૩૭૫/-ની કિંમતની ૦૧ બોટલ મળી આવતા તેઓએ મોટરસાઇકલ સહીત કુલ રૂ. ૨૫,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!