હળવદ પાલિકાના વિકાસ કામોમાં કોન્ટ્રકટર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનું ભૂત ધુણતા ચીફ ઓફિસર ચૌકી ઉઠ્યા હતા આ અંગે તપાસ બાદ લાગત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફાટકારાયા બાદ ‘વિના ચમત્કાર નહિ નમસ્કાર’ ની માફક કોન્ટ્રાક્ટરે રૂપિયા 5.59 લાખનો ચેક પરત કરી દીધો છે.
કોન્ટ્રાકટર ગણેશભાઈ રાઠોડે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી જણાવ્યું કે હળવદ નગર પાલીકાના વાર્ષિક ભાવ દવારા નગર પાલીકાની જરૂરીયાત મુજબના છુટક કામ માટે મજુરીકામ રીપેરીંગ કામનું ટેન્ડર ધરાવતા હતા તેના અનુસંધાને ખાતરના ચટાની સાફ સફાઈ અને રીપેરીંગ કામ કરવા માટે તેમજ રાજ્યપાલના કાર્યક્રમ અંતર્ગત વ્યવસ્થાના ભાગરૂપે કામ કરવા માટે જે.સી.બી. દ્વારા બાવળ જાડી તેમજ રોડ , રસ્તા રીપરીંગ કામ કરવા માટે વર્ક ઓર્ડર આપી કામ કરવા માટે અવગત કરવામાં કરાયા હતા. જે કામ પૂર્ણ થયા બાદ ચેક મારફતે પ્રેમેન્ટ કરવામાં આવ્યું હતું.પરંતુ આ બાબતે વહીવટી ક્ષતીના કારણો બતાવી અમોને રકમ પરત ભરવા માટે નોટીસ આપવામાં આવી હતી. જે નોટીસને પગલે વહીવટી સરળતા ખાતર કોન્ટ્રાકટરે રૂ.૫,૫૯ ,૭૨૭નો ચેક નગર પાલીકામાં જમાં કરાવ્યો છે.