Sunday, January 19, 2025
HomeGujaratચીફ ઓફિસરની ઓચિંતી મુલાકાતમાં મોરબીમાથી એકાદ માસથી કચરો ન ઉપડયાની કોન્ટ્રાકટરની કરામત...

ચીફ ઓફિસરની ઓચિંતી મુલાકાતમાં મોરબીમાથી એકાદ માસથી કચરો ન ઉપડયાની કોન્ટ્રાકટરની કરામત છતી થતા બે લાખનો દંડ ફટકારાયો

‘ગોબરા મોરબી’ નો કાંટાળો તાજ હટાવવા નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ રીતસરના મેદાને ઉતર્યા હોય તેમ ચીફ ઓફિસરે મોરબીના 21 સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી હતી આ દરમીયાન છેલ્લા એક મહિનાથી અનેક પોઇન્ટ પરથી કચરો જ ઉપાડવામાં ન આવ્યો હોવાનું ભોપાળુ છતું થતા કોન્ટ્રાક્ટરને રૂપિયા બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો વધુમાં લીલાપર રોડ ઉપર કચરાના ઢગલા કરવા બદલ કોન્ટ્રાકટ રદ કરવા સહિતના પગલાંની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને આળસુ અધિકારીઓના પાપે મોરબીમાંથી કચરાના ઢગ હટવાનું નામ જ લઇ રહ્યા નથી. તથા કોન્ટ્રાક્ટરની કામગીર સામે ઉઠતા સવાલો વચ્ચે હકીકત જાણવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમને સાથે રાખી ચીફ ઓફિસરે અલગ – અલગ 21 જગ્યાએ ઓચિંતી વિઝીટ કરી હતી આ દરમિયાન જુદા – જુદા કચરા પોઇન્ટની મુલાકાત વેળાએ છેલ્લા એક મહિનામાં કચરો ઉપાડવામાં ન આવ્યો હોવાની સ્થિતી જણાંતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આકરા પાણીએ થઈ કચરાના કોન્ટ્રાક્ટરને બે લાખથી વધુનો દંડ ઝીંક્યો હતો. અંદાજે 666 ટન કચરો ના ઉપાડવા અને આડેઘડ કચરો ઠાલવવા ઉપરાંત વાહનોમાં જીપીએસ સિસ્ટમ ન લગાવવા સહિતને લઈને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

વધુમાં શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં અને ઉકરડાનો કચરો ઉપાડવામાં ખાનગી કોન્ટ્રાક્ટરોની દાંડાઈને પગલે લીલાપર રોડ ઉપર કચરાના ઢગલા કરવા બદલ કોન્ટ્રાકટ રદ કરવાની પણ ચીમકી આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!