Monday, May 6, 2024
HomeGujaratમોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન

- Advertisement -
- Advertisement -

મોરબી,બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું સ્થળ હોય તો તે છે શાળા, એમાંય બાળક પોતાનું ઘર છોડી બહાર નીકળીને પહેલું પગલું પ્રાથમિક શાળામાં મૂકે છે.

વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, વિદ્યાલય મહા વિદ્યાલય વગેરે અનેક જગ્યાએ કે.જી.થી પી.જી.સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. બાળક જીવનનો સૌથી વધુ આઠ વર્ષનો સમય પ્રાથમિક શાળામાં જ વિતાવે છે. અને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા અને પ્રાથમિક શિક્ષકોની છાપ અમીટ હોય છે.

 

ત્યારે વિદ્યાર્થીઓના મન મસ્તિષ્કમાં પ્રાથમિક શાળાની યાદો ચિરંજીવ રહે એવા ઉમદા હેતુ સાથે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો.8 આઠની અઠ્ઠાવન બાળાઓનો દિક્ષાંત સમારોહ,વિદાય સમારોહ યોજાઈ ગયો,આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ, રાષ્ટ્રભકતિ,રાષ્ટ્રસેવા, દેશની એકતા અને અખંડિતતા દર્શાવતા સુંદર કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપ સૌ આગળ અભ્યાસ કરજો,ખુબજ મહેનત કરી,હોશિયાર બની શાળાનું અને આપના પરિવારનું નામ રોશન કરજો,દિકરીઓ પર બે કુળને તરવાની જવાબદારી હોય એ જવાબદારી બરાબર નિભાવજો, વગેરે વાતો કરી હતી,બાળાઓએ પણ પોતાના આ શાળાના આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. ધો.8 ની તમામ બાળાઓ તરફથી વિદ્યાની દેવી સરસ્વતીજીની બેનમૂન મૂર્તિ શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી,શાળા તરફથી તમામ 58 બાળાઓને સમૂહ તસ્વીર ભેટ આપી હતી અને ભાવતા ભોજનીયા જમાડી વિદાય આપવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં શાળાના તમામ સરસ્વત શિક્ષક બંધુ ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!