ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા છે. જિલ્લામાં ગયા સપ્તાહમાં 100થી વધુ પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે વધુ 23 સંક્રમિત દર્દી સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે શુક્રવારે વધુ 23 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જયારે 34 દર્દીઓ સાજા થઈ જતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં 23 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 17 અને શહેરમાં 02 કેસ મળી 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ટંકારા ગ્રામ્યમાં 01 તો શહેરમાં 0 તેમજ વાંકાનેર શહેરમાં 03 અનેગ્રામ્યમાં 0 કેસ નોંધ્યા છે. જયારે હળવદ ગ્રામ્ય તથા શહેરમાં અને માળીયા ગ્રામ્ય તથા શહેરમાં એક પણ ઝીટીવ કેસ નોંધાયો નથી. જયારે મોરબીના 16, વાંકાનેરના 01, હળવદ 12, ટંકારા 03 અને માળીયાના 02 મળી કુલ 34 દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 129 પર પહોંચ્યો છે.