મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોના કોરોના ના કેસ પાછલા અમુક દિવસો કરતા થોડા ઓછા આવ્યા હતા જેને લઈને થોડી રાહત મળી હતી. પરંતુ આજે ફરીથી મોરબી જિલ્લામાં કુલ ૨૬૭ જેટલા કેસ નોંધાયા છે અને આજ રોજ ૧૬૩૫ લોકો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા .
એએજે રોજ નોંધાયેલ કેસ માં મોરબી શહેરી વિસ્તારમાં ૧૦૫, કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૭૧, વાંકાનેર શહેરી વિસ્તારમાં ૧૪ કેસ, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ કેસ ,હળવદ શહેરી વિસ્તારમાં ૧૪ કેસ ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ કેસ ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૨૬ કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૮ જેટલા કેસ નોંધાયા હતા.
વધુમાં જિલ્લામાં આજ સુધીના સૌથી વધુ ૧૮૧ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૧૩૩, વાંકાનેરમાંથી ૧૦, હળવદમાંથી ૦૪, ટંકારામાંથી ૨૪ અને માળિયામાંથી ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી હવે મોરબી જિલ્લા માં કુલ એક્ટિવ કેસ નો આંકડો ૧૭૮૧ થવા પામ્યો છે.