કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોઇ ફરી એકવાર ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજ રોજ મોરબી જિલ્લાના ટંકારામાં એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આજ રોજ કુલ 320 લોકોના કોરોનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં હાલ કોરોનાના કુલ 3 એક્ટિવ કેસ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય પોઝિટિવ કેસ છેલ્લા એક સપ્તાહમાં જ નોંધાયા છે. જેને કારણે અત્યાર સુધીમાં મોરબીમાં કુલ 11,344 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 10,991 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. જયારે કોરોના ના કારણે 96 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે.