બજારોમાં અનેક પ્રકારની અવનવી રાખડી ઉપલબ્ધ છતાં પણ મંદીનો માહોલ. છેલ્લી ઘડીએ ધરાકી નીકળશે તેવી વેપારીઓની આશા
હળવદ રક્ષાબંધન પર્વ ને ગણતરીના દિવસ બાકી રહ્યા છે શહેરમાં માં ઠેર ઠેર રાખડીઑ ની હાટડીઓ મંડાઇ છે પણ વેપારીઓ માં હજી પણ ચિંતાના વાદળ છવાયા છે 3 દિવસ બાકી હોય છતા ગ્રાહકોમાં ઓછી ખરીદી ના મૂડમાં હોય તેમ બજાર માં મંદી નું મોજું ફરી વળ્યું છે. છેલ્લા દિવસો માં ઘરાકી નિકડે તો વેપારીઓને હાશકારો થાય તેવું વેપારીઓ નું માનવું છે.હળવદ સહિત તાલુકાભર માં આગામી 22મી ઓગસ્ટે રક્ષાબંધન પર્વ ભાઈ બહેનો પવિત્ર તહેવાર ઉજવાવા નો છે તેવામાં બહેન ભાઈ ના હાથ ઉપર રાખડી બાંધી ભાઈ બહેન ને રક્ષા માટે વચનો આપતા હોય છે તેવામાં ચાલુ સાલ કોરોના મહામારી તેમજ વરસાદ ખેંચાતા લોકો આર્થીક મંદી અનુભવી રહ્યા છે. ત્યારે ચાલુ સાલ ગત બે વર્ષ ની દ્રષ્ટિ એ રાખડીઓ ના ભાવ ખૂબ ઓછા હોવા છતતા ચાલુ સાલ ગ્રાહકો ઓછી ખરીદીના મૂળમાં છે, જેને પગલે રાખડી ના વેપારીઓ માં ચિંતા ના વાદળો છવાયા છે. શહેરમાં રાખડી ની હાટળીઓ મંડાઈ છે પણ છેલ્લા સપ્તાહ થી ગ્રાહકો ઓછા આવતા હોય વેપારીઓ માં મંદી નો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આગામી હવે માત્ર 3 દિવસ રક્ષાબંધન ના બાકી હોય ત્યારે થોડી ઘરાકી નિકડે તેવી વેપારીઓ ને આશ છે. વેપારીઓ જણાવ્યું કે આવો મંદી અમે ક્યારેય જોઈ નથી હાલ કોરોનાની મહામારી અને વરસાદ ખેંચાતા બજારમાં મંદી જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસ ઘરાકી નિકળે તેવી આશા રાખી રહ્યા છે. વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે રાખડી માં અવનવી વેરાયટીઓ આવી છે. પણ કોરોના મહામરી ના કારણે મંદીનો માહોલ જોવા મળે છે.