મોરબીમાં પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા મસમોટા બિલ આપી મૃતદેહ કોઈ સાવચેતી રાખ્યા વિના પાલિકામા આપી દેવામાં આવે છે તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં
મોરબીમાં કોરોનાના આંકડા દિવસેને દિવસે વધતા જાય છે જેમાં પણ આંકડા ખોટા હોવાના આક્ષેપો અનેકવાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબીની પ્રભાત હોસ્પિટલ કોવિડ ૧૯ તરીકે પસંદ કરવામાં આવી છે જેમાં પ્રભાત હોસ્પિટલ સંચાલકો ખોટી રીતે લોકો પાસે બિલ વસૂલી અને પરિવાર જનોને મોત થયાં બાદ જાણ કરી મૃતદેહને પાલિકા ને સોપી દેવામાં આવે છે એટલું જ નહીં પાલિકાના કર્મચારીઓ ને આ મૃતદેહ ને સ્મશાન સુધી પહોંચાડવા કામગીરી આપવામાં આવી છે.
ત્યારે પાલિકાના કર્મચારી વિનુભાઈ ભટ્ટ દ્વારા પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા કપરોના વ્યક્તિ ની મૃતદેહને કોઈ સાવચેતી કે યોગ્ય રીતે પેક કરિયા વગર ખુલ્લી આપી દેવામાં આવી રહી છે અને નગરપાલિકા ના લોકો જયારે કોરોના ની ડેડબોડી લેવા માટે આવે ત્યારે બોડી ને પેક કરિયા વગર આપી દેવામાં આવે છે સાથે જ કોરોના પ્રાઇવેટ હોસ્પિટલ પ્રભાત હોસ્પિટલમાં સારવાર માટે લાખો રૂપિયા લઇ લેવામાં આવે છે છતાં સુવિધાઓ આપવામાં આવતી નથી તંત્ર ની મીઠી નજર હેઠળ કોરોના ની પ્રાઇવેટ હોસ્પિટલો લોકો ને લૂંટી રહી છે છતાં તંત્ર મૌન હોવાના ફાયર વિભાગના કર્મચારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ આ તમામ વિડીયો પણ તેઓએ જાહેર કર્યા છે જેમાં ડોકટરો કોઈ સાવચેતી વિના જ મૃતદેહને સોંપી દેતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડતા પાલિકા કર્મચારીઓ ના પરિવાર જનોનું શુ તેવો પણ સવાલ ઉભો થયો છે હાલ આ કોવિડ સેન્ટર પ્રભાત હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર કલી કાર્યવાહી કરશે કે કેમ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.
દર્દીનું વજન વધુ હોવાથી પીપીઈ કીટ ફાટી ગઈ હતી : ડો.ફેનીલ નંદાણી ,પ્રભાત હોસ્પિટલ
આ બાબતે પ્રભાત હોસ્પિટલ ના ડો.ફેનીલ નંદાણી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક કોરોના થી સંક્રમિત હોવાની શંકા હતી જેથી તેઓ સારવાર માં હતા અને મોત બાદ ભારે વજનના લીધે પીપીઈ કીટ ફાટી જતી હતી જો કે આજે સાંજે મૃતક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાલ સંક્રમણ થતા અટકયુંછે પરંતુ એક વાત ચોક્કસ થી છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ નો આ જવાબ શું યોગ્ય છે ? હાલ તો પ્રભાત હોસ્પિટલ પર આક્ષેપો થતાં સાવચેતી પર સવાલો ઊભા થયા છે.