Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબી જીલ્લામાં અલગ-અલગ બે જગ્યાએથી વિદેશી દારૂ ઝડપાયો

મોરબી જીલ્લામાં અલગ-અલગ બે જગ્યાએથી વિદેશી દારૂ ઝડપાયો

વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામમાં વિદેશી દારૂની 15 બોટલો સાથે એક બાઈકસવાર પકડાયો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કાશીયાગાળા ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી રાજદીપસિંહ જોરૂભાઇ વાળા (ઉ.વ. 22, રહે. હાલ.મોરબી, હાઉસીંગ નિલકંઠ સોસાયટી, મુળ ગામ આલીધર બોડીધર, તા. કોડીનાર, જી. ગીરસોમનાથ)ને પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 15 (કી.રૂ. 4,500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બાઈક અને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 49,500ના મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો છે.

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 24ના રોજ વવાણીયા ગામમાં કોળીવાસમાં કરણ આયદાનભાઇ ખાદા (ઉ.વ. 21, ધંધો મજુરી, રહે ચોરાવાળી શેરી પાસે)ને વ્હીસ્કીની 7 બોટલો (કી.રૂ. 2100) સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેણે વિદેશી દારૂનો જથ્થો દિવ્યરાજસિંહ જાડેજા (રહે મોટા દહીસરા) પાસેથી ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે લીધો હતો. આથી, પોલીસે આરોપી કરણની અકાયત કરી છે. અને આરોપી દિવ્યરાજસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!