મોરબી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ ૧૭૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૨૦૬ કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૫૬ કેસ જેમાં ગ્રામ્ય ૫૯ અને શહેરમાં ૯૭, વાંકાનેર તાલુકામાં ૧૩ જેમાં ૯ ગ્રામ્ય અને શહેરમાં ૪, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૭ કેસ પોઝીટીવ નોંધાયા છે. જેથી એક્ટીવ કેસનો આંક ૧૧૭૩ પર પહોચ્યો છે તો વધુ ૮૦ દર્દીઓ સાજા થયા છે જેમાં પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી માટે જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા પોલીસકર્મીઓ પણ પોઝિટિવ આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કાબિલે દાદ કામગીરી કરી લોકોને સાવચેત રહેવા જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા અપીલ કરાઈ છે.
મોરબીમાં હાલ ત્રીજી કોરોનાની લહેર પર 1200 થઈ વધુ એક્ટીવ કેસ છે. ત્યારે પોલીસ પણ કોરોના પોઝિટિવ આવી જતા પોલીસબેડામાં પણ હાલ સ્થિતિ એક સાંધે અને તેર તૂટે જેવી છે આવા સમયે મોરબીના પોલીસકર્મીઓ અને અધિકારીઓ મળીને કુલ ૩૦ પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. આ સાથે જ મોરબી એસપીએ લોકોને સાવચેત રહેવા અને કોરોના ગાઈડલાઈનનો અમલ કરવા અપીલ કરી છે અને સાથે સાથે પોલીસકર્મીઓ ને પણ સાથ આપી પ્રજાના મિત્રને ખરા અર્થમાં મદદ કરવા મોરબીની જનતાને મોરબી મિરરના માધ્યમથી અપીલ કરી છે.