Monday, November 18, 2024
HomeGujaratઆવતીકાલે મોરબી શહેરમા કોરોના રસીકરણ સ્પેશ્યલ ડ્રાઈવ યોજાશે

આવતીકાલે મોરબી શહેરમા કોરોના રસીકરણ સ્પેશ્યલ ડ્રાઈવ યોજાશે

કોરોના સંક્રમને અટકાવવા અને ઓમીક્રોનના ખતરાને ટાળવા મોરબી શહેર માટે કોરોના રસીકરણ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૨/૧૨/૨૦૨૧ ને રવિવારન રોજ વેકસીનેશન ડ્રાઇવ યોજાશે.જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

કોવીડ -૧૯ના નવા વેરિયન્ટ ઓમીક્રોનની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતી કાલ તા. ૧૨/૧૨ ને રવિવારનાં રોજ સવારના ૭ વાગ્યા થી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી મોરબી શહેર માં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરીકો માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે . જેમાં મોરબી શહેર માં દરેક વોર્ડ માં વોર્ડ વાઈઝ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ નું આયોજન કરેલ છે . તો મોરબી શહેરના ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને કોરોના રસીકરણ નો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજા ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકોને કોરોના રસીકરણ લની સ્પેશ્યલ ડ્રાઈવમાં નજીકના કોરોના રસીકરણ ની સેસન સાઈટ ઉપર જઈને કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત , આરોગ્ય સમિતિનાં ચેરમેન હીરાભાઈ ટમારીયા તથા ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. ડી.વી.બાવરવા, જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયા સહીનાઓ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!