બ્રહ્માનંદ આશ્રમ ખાતે 11 જેટલા કોરોના વોરિયર્સ સન્માનિત થયા
ભારતીય સંસ્કૃતિમાં માન અને સન્માનનજ ખુબજ મહત્વ છે, કોઈના સારા કાર્યની નોંધ લઈ એની કદર કરવાથી,માન આપવાથી, સન્માન આપવાથી એમનામાં કામ કરવાની હિંમત અને ઉત્સાહ વધે છે, એ અન્વયે મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા ભરતનગર P H C ટીમ, બહાદુગઢ, વાઘપર, કૃષ્ણનગર તેમજ નાગડાવાસ તમામ ગામના Mphw,આશા વર્કર તેમજ નાગડાવાસગામ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારને ભૂલી દિવસ રાત દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી,ડોર ટુ ડોર સર્વેની કામગીરી હોય,વેકસીનેશનની કામગીરી હોય સતત આ બધા જ કોરોના વોરિયર્સ ખડે પગે રહ્યા હતા, આથી એમનો ઉત્સાહ વધારવા ફરજ નિષ્ઠાને બિરદાવવા અગિયાર જેટલા હેલ્થ વર્કરોને સ્મૃતિ ચિહ્નનથી સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઘણાં બધાં ગામ લોકોએ ઉપસ્થિત રહી સન્માન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.