મોરબી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. એક જ દિવસમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે પુરુષો અને એક મહિલા કોરોના પોઝિટિવ સામે આવી છે. જેમાં બંને પુરુષો હોમ આઇસોલેટ અને ટંકારા પંથકની મહિલા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ છે.જોકે કોરોના એન્ટ્રીને લઈને કોઈએ ગભરાવવાની જરૂર નથી.
ગુજરાતમાં કોરોની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવે સૌરાષ્ટ્રનું પેરિસ એવા મોરબી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મોરબીમાં 24 અને 34 વર્ષીય બે પુરુષ તેમજ ટંકારામાં એક મહિલા કોરોના પોઝિટિવ સામે આવી છે.એક પણ વ્યક્તિની અન્ય સ્ટેટની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ બંને પુરુષોને હોમ આઇસોલેટ કરાયા છે અને મહિલાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે